ભચાઉના લાકડિયા નજીક પોલીસે દેશી બંદૂક સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
ભચાઉ તાલુકાના લાકડિયા નજીક પોલીસે એક ઈસમને બંદૂક સાથે પકડી લીધો હતો. મળતી માહિતી અનુસાર બાતમીના આધારે સામખિયાળી મોરબી હાઈવે ઉપર એકતા હોટેલ નજીક સવારના સમયગાળામાં કાર્યવાહી કરાઈ હતી. કાચા માર્ગ ઉપર આરોપી આમદ કાસમ રાઉમાના કબ્જામાંથી દેશી બંદૂક જપ્ત કરાઇ હતી. હથિયારની કીમત રૂ. 10 હજાર અંકાઇ છે. પોલીસે આરોપી વિરુદ્ધ હથિયાર ધારા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.