ભચાઉમાં અજાણી સ્ત્રી નડતર વિધિ કરવાના બહાને 95 હજારના દાગીના લઈ નાસી જતાં ફરિયાદ નોંધાઈ

ભચાઉમાં અજાણી સ્ત્રીએ નડતર વિધિના કરવાના બહાને ઘરમાંથી દાગીના લઈ ફરાર થઈ જતાં મહિલા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ઘટના પોલીસે મથકે નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર અજાણી સ્ત્રી ભીખ માગવા માટે આવી હતી. તેણીએ કપડા માગતાં તેણીની સાસુએ સાડી આપી હતી. ત્યારબાદ હું મેલડીમાની ભૂવી છું, તમારા ઘરમાં નડતર છે તેમ કહી ઘરમાં પ્રવેશી અને વિધિ કરવા માટે ચૂંદડી પાથરી તેના ઉપર દાગીના રાખવાનું કહ્યું અને મંત્ર બોલીને ઘરની દીવાલ ઉપર પોટલી ફેરવી હતી. વધુ દાગીના આપવાનું કહી બઘા ઘરેણાની પોટલી લઈ વિધિ માટે સ્મશાન જાઉં છું, તમે જમવાનું બનાવી રાખો તેમ કહી અજાણી સ્ત્રી ત્યાથી  ચાલી ગઈ હતી. અજાણી સ્ત્રીએ ચાંદીની બંગડી, ચાંદીના ત્રણ જોડ સાંકળા, સોનાની ત્રણ નંગ વીટી, સોનાની વીટી, સોનાની બંગડી, સોનાની ચૂડી, સોનાની બુટ્ટી, ચાંદીની ચાર જોડી માછલી અને રૂા. 1300 લઈને પલાયન થઈ ગઈ હતી. આ અંગે પોલીસે વિશ્વાઘાત સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.