ભુજના રહેણાંક વિસ્તારમાં દેહવ્યાપારના ધંધા પર પોલીસ ત્રાટકી

copy image

ભુજના આરટીઓ સર્કલ સામેના વિસ્તારમાં ચાલતા કૂટણખાના પર પોલીસે રેડ પાડી હતી. રહેણાંક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ ગોરખધંધાથી સ્થાનિક લોકો ત્રાસ્ત થયા હતા આ દરમિયાન ભુજ શહેર બી ડીવીઝન પોલીસે દરોડો પાડી મુખ્ય સંચાલિકાની અટકાયત કરી ભોગબનનાર બે મહિલાઓને મુકત કરાવાઈ હતી.

મળતી માહિતી અનુસાર આરટીઓ સર્કલ સામે આવેલ રહેણાંક વિસ્તારના મકાનમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડ્યો હતો.હનુમાન મંદિરના પાછળના વિસ્તારમાં આવેલ ભુજના કિશોરભાઈ ઠક્કરની માલિકીની જગ્યા ભાડે રાખી મહિલા સંચાલિકા દ્વારા દેહવ્યાપારનો ધંધો ચલાવાતો હતો.

માધાપર ભવાની હોટલ પાછળ રહેતી આરોપી મહિલા પૂજા ઈશ્વરભાઈ ચાવડા અન્ય પરપ્રાંતીય મહિલાઓ પાસે ગોરખધંધો કરાવતી હતી. આરોપી સંચાલિકા દેહવ્યાપાર માટે રૂપલલનાઓને 500 રૂપિયા આપતી હતી. ભુજ શહેર બી ડીવીઝન પોલીસે મુખ્ય સંચાલિકાની ધરપકડ કરી જયારે અન્ય બે ભોગબનનાર મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી.