જૂના કટારિયા નજીક પોલીસે બંદૂક સાથે એક ઇસમને ઝડપ્યો

copy image

મળતી માહિતી અનુસાર પોલીસ દ્વારા પુર્વ બાતમીના આધારે મોડી રાત્રીના જુના કટારિયાની સીમમાં ડેટોક્ષ કંપની પાછળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખુલ્લા મેદાનમાં શિકારપુરનો રહેવાસી આરોપી મુકેશ રણછોડ કોલીને પોલીસે પકડી લીધો હતો. આરોપીના કબ્જામાંથી દેશી હાથ બનાવટની સિંગલ બેરલ વાળી 7000ની કિંમતની બંદૂક જપ્ત કરાઈ હતી. પોલીસે હથિયાર ધારા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.