જામનગરમાં તળાવની પાળ નજીક કારમાં અચાનક આગ ભભૂકી

copy image

મળતી માહિતી અનુસાર  જામનગરમાં તળાવની પાળ મેઇન રોડ પર આવેલી હેવમોર આઈસ્ક્રીમની પાછળ ડોક્ટર મશરૂના દવાખાના વાળી ગલીમાં આજે અચાનક એક કારમાં આગ લાગી હતી. કારની અંદર સીએનજી લીક થવાથી સળગી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યા છે. જ્યારે કાર સળગતાની સાથે જ આસપાસના રહેણાક વિસ્તારના લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડ 10 થી 15 મિનિટમાં પહોંચી કારમાં લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ હતી નહિ.