ઉપલેટામાં વાઈફાઈનું કનેક્શન ચેક કરવા જતાં યુવકને વીજશોક લાગતાં મોત નીપજયું
ઉપલેટા શહેરના જુના પોરબંદર રોડ પર એસ.કે. વિદ્યાલય પાસેના ઢેબર નગરમાં રહેતા 25 વર્ષીય સંદીપ ઉર્ફે સંજલો હરસુખભાઈ ભાસ્કર ડુમિયાણી ટોલ પ્લાઝા પાસે ભોલે હોટેલ પાસેના 11 કેવી ટીસીમાં વાઈફાઈ કનેક્શનના કેબલની કામગીરી કરતો હતો તે સમય દરમિયાન શોક લાગતા મોત નીપજ્યું હતું. યુવકની લાશને ટોલ પ્લાઝાની એમ્બ્યુલન્સમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલ મધ્યે પીએમ માટે ખસેડાઈ હતી.ઘટનાની જાણ થતાં ઉપલેટા પોલીસે તપાસ હાથ ધરી હતી.