ભરુચના નર્મદા બ્રિજ નીચેથી જુગાર રમતા 8 જુગારીઓ ઝડપાયા :1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચના નર્મદા બ્રિજ નીચેથી સ્ટેટ મોનિટરીંગ સેલે જુગાર રમતા 8 જુગારીયાઓને પકડી લીધા હતા. પોલીસ દ્વારા સ્થળ પરથી રોકડા 29 હજાર અને 2 વાહનો અને 8 ફોન મળી કુલ 1.05 લાખનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં પ્રોહિબિશન જુગાર અને ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો તે સમય દરમિયાન બાતમી મળી હતી કે, ભરૂચના નર્મદા બ્રિજ નીચે ખુલ્લામાં લીમડી ચોક કુંભારિયા ઢોળાવમાં રહેતો જુગારી ફિરોઝખાન કાસમખાન પઠાણ અન્ય માણસો રાખી વરલી મટકાનો જુગારધામ ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતો. પોલીસે સ્થળ પરથી રોકડા 29 હજાર અને 2 વાહનો અને 8 ફોન મળી કુલ 1.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મુખ્ય સુત્રધાર ફિરોઝ પઠાણ, સમીર યાસીન દિવાન, હિનલકુમાર લલિત પટેલ અને શહેઝાદ અકીલ પઠાણ, અનિલ વસાવા સહિત આઠ જુગારીયાઓને પકડી લીધા હતા.