સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસ હેડ ક્વાટર્સમાં ઘોડાના ટ્રેનિંગ સેન્ટર પાસે આગ લાગતાં ફાયર વિભાગની ટીમે આગ બુજાવી

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં પોલીસ હેડ ક્વાટર્સમાં ઘોડા ટ્રેનિંગ સેન્ટર પાસેના મેદાનમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ ઘટના અંગે હિંમતનગર નગર પાલિકાના ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આજે સવારે 10 વાગ્યાના સમયગાળા દામિયાન  હિંમતનગરના પોલીસ હેડ ક્વાટર્સમાં પાછળના ભાગમાં આવેલા ઘોડાઓના ટ્રેનીગ સેન્ટર પાસેના મેદાનમાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો. જેથી તાત્કાલિક ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ હતું અને ટ્રેનિંગ સેન્ટરના પાસેના મેદાનમાં પડેલા કચરામાં આકસ્મિક લાગેલી આગ પર તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દઈ ટેન અવધૂ ફેલાતી અટકાવી દીધી હતી. આગ બુઝાવતા આશરે  20 મિનીટથી વધુનો સમય લાગ્યો હતો.