જવાહરનગર પુલીયા પાસેથી ડમ્પરએસોસિએશે ડિઝલ ચોરીનું કારસ્તાન ઝડપ્યું: આરોપીઓ ફરાર

copy image

જવાહરનગર પુલિયા પાસે  ડમ્પર એસોસિએશને ફિલ્મીઢબે પીછો કરી ડિઝલ ચોરીનું કારસ્તાન ઝડપ્યું હતું.  આ પ્રકરણમાં સંકડાયેલા આરોપીઓ નાસી જવામાં સફળ રહયા હતા. આ બાદ સાત વાહનમાંથી 1.18 લાખની ડિઝલ ચોરીનો મામલો સ્થાનિક બી ડિવિઝન પોલીસે ચોપડે દાખલ કરાયો હતો. આ અંગે ડમ્પર એસો.ના પ્રમુખ શિવજીભાઈ આહિરે જણાવ્યુ હતુ કે કંડલા થી ભચાઉ સુધીના વિસ્તારોમાંથી અવરનવર વાહનોમાંથી ડિઝલ ચોરીના બનાવો બનતા હોય છે. ચોરી કરનારા અસામાજિક તત્વો ચાલકો ઉપર હુમલા કરે છે. આ ટોળકીને ઝડપી પાડવા અમારી ટીમના સભ્યોએ વોચ ગોઠવી સફેદ રંગની સ્વીફટ ગાડીનો પીછો કરી અટકાવી હતી.પંરતુ ગાડીમાં બેઠેલા ત્રણ ઇસમો વાહન મુકી ભાગી ગયા હતા. આ વાહનમાંથી ડિઝલના કેરબા સહિતની સામગ્રી મળી હતી. ફિલ્મીઢબે અકસ્માત સર્જી ચોરીકરનારા તત્વોને પકડી પાડવાની મથામણ કર્યા પછી પરિવહનકાર મહેશભાઈ રામજીભાઈ હુંબલે અજાણ્યા આરોપીઓ સામે વિધિવત રીતે ફરિયાદ દાખલ કરાવી હતી. વહેલી સવારે 3 થી 5 વાગ્યા સુધીના સમયગાળામાં  થયેલી ચોરી અંગે પોલીસના સતાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યુ હતુ કે સ્વીફટ કારમાં આવેલા આરોપીઓએ અજમેરી હોટલની બાજુમાં આવેલા જય માતાજી પાર્કિગ વાડામાં ઉભેલી ફરિયાદીના ટ્રક નં.જીજે.12.બીવાય.5047 માંથી 150 લી ડિઝલ કિ.રૂા.13800ની ચોરી કરી હતી. તેમજ મુરલીધર પાર્કિગમાં ઉભેલી ગાડી જીજે. 12. બીડબલ્યુ. 7278 માંથી 120 લીટર, જીજે.12.બીટી. 7323માંથી 150 લીટર, જીજે. 12. બીવી. 5017માંથી 300 લીટર, જીજે.12.બીએક્ષ. 6427 માંથી 150 લીટર, જીજે.12 બીવી. 5494માંથી 100લી, જીજે.13. ડબલ્યુ. 0113 માંથી 320લીટર સાથે કુલ 1290 લીટરની ડિઝલ કિં.રૂા. 118680ની તસ્કરીને અંજામ આપ્યો હતો. ચોરીના પ્રકરણમાં સંકડાયેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.