રાપરના ત્રંબૌમાં દુકાનમાં બિલ બનાવવામાં મોડુ થવા મામલે ઇસમેયુવકને ધોકો ફટકારતાં ફરિયાદ નોંધાઈ

<strong>રાપરના ત્રંબૌમાં દુકાનમાં બિલ બનાવવામાં મોડુ થવા મામલે ઇસમેયુવકને ધોકો ફટકારતાં ફરિયાદ નોંધાઈ</strong>

આ અંગે મળતી માહિતી અનુસાર આ બનાવ રાપરમાં ત્રંબૌ રોડ ઉપર આવેલી વિવેક ટ્રેડર્સ નામની દુકાનમાં આ ઘટના સાંજે 4 વાગ્યાના સમયગાળામાં બની હતી. દુકાનમાં ગ્રાહક માલ ખરીદવા આવ્યા હતા તેનુ બીલ બનાવતો હતો. બોલેરો કારમાં આવેલા આરોપી નવીન રાઘુ ચાવડા (કોલી)એ ગ્રાહકનું બીલ જલદી બનાવ તેમ કહ્યું  હતું. ફરીયાદીએ શાંતિ જાળવવાનું કહેતા ઉશ્કેરાઈ ગયેલા ઇસમે ધોકો માર્યો હતો. યુવાનને ડાબા હાથના ભાગમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.