ગાંધીધામની મુખ્ય બજારમાં એક કારમાં એકાએક આગ ભભૂકતા અફરાતફરી મચી
copy image
ગાંધીધામની મુખ્ય બજારમાં સમી સાંજે એક કારમાં અચાનક આગ ભભૂકતા લોકોમાં દોડધામ મચી હતી. જોત જોતામાં કારમાં લાગેલી આગમાં ધમાકા થવા લાગતાં આજુબાજુના વેપારીઓ અને રસ્તે જતા શહેરીજનોમાં ભય છવાયો હતો.
મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્ર પાર્સિંગની કાર એક યુવક ચલાવીને જતો હતો તે દરમિયાન કારમાં અચાનક આગ લાગતાં ચાલક કારની બહાર નીકળી ગયો હતો. સ્થળ પર ઉપસ્થિત એક માત્ર ટ્રાફિક મહિલા જવાને સમગ્ર મામલો સંભાળ્યો હતો. આગની ઘટનાની જાણ થતા ગાંધીધામ નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આવ્યું અને આગને કાબુમાં કરી હતી. આ પહેલા આસપાસના વેપારીઓએ પાણીના કુલર વડે ગાડીમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવા પ્રયત્ન હાથ ધર્યા હતા.