ભચાઉના શિકારપુરનજીક ગેસ ભરેલું ટેન્કર પલટ્યું, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

ભચાઉ તાલુકાના શિકારપુર નજીક ગેસ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા અફરાતફરી મચી હતી. મળતી માહિતી અનુસાર કંડલાથી માળીયા તરફ જઈ રહેલા ટેન્કરમાં પ્રોપાઈન ગેસ ભરેલું ટેન્કર શિકારપુર નજીક અંજતા કંપનીની પાછળ પલટી ખાઈ ગયું હતું. ચાલકે કાબુ ગુમાવી દેતા આ અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતા ભચાઉ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. સદનસીબે આગ લાગવાની કોઈ ઘટના બની ન હતી. ટેન્કર ચાલકને હાથમાં અસ્થિભંગ સહીતની ઈજાઓ થતાં સારવાર અર્થે લાકડીયા ખસેડવામાં આવ્યો હતો.