અંજારમાં વૃદ્ધે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

અંજારમાં કોર્ટની પાછળ વિજયનગરમાં રહેતા વેરશીભાઇ હરશી મહેશ્વરી (ઉ.વ.68)એ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધું હતું. વેરશીભાઇ પોતાનાં ઘરે હતા, આ દરમ્યાન તેમણે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, તેમણે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. તે માનસિક અસ્વસ્થ હતા અને તેમની દવા ચાલુ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ અંગે આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.