પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી

રાપર આડેધડ વાહનો પાર્ક કરી ટ્રાફિક જામ કરતા તથા વાહન ના કાગળો.. લાયસન્સ તથા સીટ બેલ્ટ અને કાળા કાચ ધરાવતા વાહનો તથા ઓવરલોડ ચાલતા વાહનો સામે પગલાં લેવા માટે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડીયા ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાગડ વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હતી જેમાં સ્થળ પર એન. સી. દ્વારા 52  દ્વારા  રુ. 25500/=  નો સ્થળ દંડ ફટકાર્યો તદ્ઉપરાંત કાળા કાચ ધરાવતા ત્રીસ વાહન પર થી બ્લેક પિક્ચર દુર કરવા મા આવી હતી તો આરટીઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવા માટે 11વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા  તદુપરાંત ઓવર સ્પીડ એન. સી. દંડ 3000/= સીટ બેલ્ટ વગર ચલાવતા છ વાહન ચાલકો ને 3000/= નો દંડ ફટકારવામાં આવ્યો હતો તો રાપર પોલીસ દ્વારા  3 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા અને સ્થળ પર 16 એનસી દ્વારા 8000/= દંડ ફટકાર્યો આજે પૂર્વ કચ્છ પોલીસ ની ટ્રાફિક શાખા  અને રાપર પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવતાં વાહન ચાલકો મા ફફડાટ ફેલાયો હતો આજે પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક શાખાનાપીએસઆઇ બી. એસ ચૌહાણ પુષ્પા બેન તનમેન્દ્સિંહ જાડેજા. હરપાલસિંહ જાડેજા ઈશ્વરભાઈ મયુર સિંહ જાડેજા રમેશદાન ગઢવી તથા રાપર પોલીસ ના મુકેશ સિંહ રાઠોડ તથા ટીઆરબી વિગેરે જોડાયા હતા