નખત્રાણાના ટોડીયામા બાઈક ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

crime

copy image

નખત્રાણાના ટોડીયામાં ફરિયાદીના ઘરની બહાર પાર્ક કરવામાં આવેલ બાઈક ચોરી થઈ જતાં નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. મળતી માહિતી અનુસાર ફરિયાદી લાખુભા મેગુભા આમર મોડી રાત્રે 1 વાગ્યે વાડીએથી પરત ઘરે આવી બાઈક નં. GJ-12-BM-4757 પાર્ક કરી સૂઈ ગયા હતા. સવારે 4 વાગ્યે જાગીને જોતાં પાર્ક કરેલું બાઈક મળી આવ્યું ન હતું. ત્યારબાદ ચોરી થઈ હોવાનું જણાઈ આવતા અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઈ છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.