આદિપુરમાં પતિએ ગેસનો બાટલો નીચે ફેકતા, પત્નીએ બાટલો નીચે કેમ ફેકયો કહેતા; ઉશ્કેરાઈ મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ
આદિપુરમાં આંબેડકર સોસાયટીમાં માં રહેતા લક્ષ્મીબેન રાજેશભાઈ સંજોટે જણાવ્યુ હતું કે, બપોરે આશરે અઢી-ત્રણ વાગ્યે તેમના પતિએ ઘરમાં રહેલ ગેસનો બાટલો નીચે ફેકી દીધો હતો. શું કામ બાટલો નીચે ફેકયો તે અંગે કહેતા તેમણે ઉશ્કેરાઈ જઈ ગાળો આપી હતી. ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશ તો છૂટીને પાછો આવીશ એટલે તને પતાવી નાખીસ તેવી ધમકી આપી હતી. અગાઉ પણ અવારનવાર મારા અને મારી દીકરીઓ સાથે ઝગડો કરી ધકબુશટનો માર માર્યો છે. આ અંગે તેમણે પતિ વિરુદ્ધ આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.