અંજારના મોટી ખેડોઈની 2 વાડીમાં તસ્કરે ગોડાઉન અને ઇલેક્ટ્રીક રૂમના તાળાં તોડી રૂ. 11,680ના કેબલ વાયરની તસ્કરી કરી

copy image

અંજાર તાલુકાનાં મોટી ખેડોઈમાં કોઈ અજાણ્યા ચોર શખ્સે નરેશભાઇ ઇશ્વરભાઇ પટેલની  વાડીના ગોડાઉન અને ઇલેક્ટ્રીક રૂમના તાળાં તોળી રૂમમાં રાખેલ 16mm નો 20 મીટર વાયર ચોરી ગયા હતા. તો સાહેદ શક્તિસિંહ મયુરસિંહ જાડેજાની વાડીએ પણ 33 મીટર 8mmનો આશરે 53 મીટર વાયરની  ચોરી થઈ હતી.

મોટી ખેડોઈમાં રહેતા અને ખેતી કામ કરતાં નરેશભાઈએ જણાવ્યુ હતું કે, તેઓ સાંજના 4 વાગ્યાના સમયગાળામાં વાડીએ ગયા હતા. ત્યાં ગોડાઉન અને ઇલેક્ટ્રીક રૂમમાં લગાવેલ તાળું તૂટેલું નજરે પડ્યું હતું. જેથી ગોડાઉનમાં જઈને તપાસ કરતાં ગોડાઉમાં રાખેલ કેબલ વાયર જોવા મળ્યું ન હતું. ત્યારબાદ ઇલેક્ટ્રીક રૂમમાં તપાસ કરતાં બોર સુધીનો કેબલ વાયર કપાઈ ગયેલ હતો. આ કેબલ વાયરની કિમત આશરે 6400 આંકેલ છે. ઉપરાંત શક્તિશિંહ જાડેજાની વાડીએ પણ કેબલ ચોરીની ઘટના બની હતી. જે કેબલ વાયરની કિમત આશરે 5280 આંકવામાં આવી છે.

તો આ બંને વાડીમાથી આશરે 11,680ના 53 મીટર કેબલ વાયર ચોરાઇ જતાં અંજાર પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.