અંજારની પરિણીતાનું એસીડ પી જતાં મૃત્યુ

અંજારની પરિણીતાનું એસીડ પી જતાં સારવાર દરમિયાન ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ બાબતે મળતી માહિતી અનુસાર ભુજ જી.કે.જનરલ હોસ્પિટલના ડો.પરેશ મહેતાએ જાહેર કર્યું હતું કે એક મહિલા(ઉ.વ.35) (રહે.અંજાર) એ કોઈ અગમ્ય કારણોસર એસીડ પી જતાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બાબતે વધુ મળતી માહિતી અનુસાર હોસ્પિટલે લઈ આવનાર ભોગ બનનાર પતિ અજીત સુમાર મહેશ્વરીએ પોતાની પત્ની માનસિક અસ્થિર હોવાના કારણે પોતાના ઘરે એસીડ પી જતાં પ્રથમ અંજાર રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું.