બુટલેગરે કુરિયર મારફતે મંગાવ્યો દારૂ: 1,37,600નો મુદ્દામાલ જપ્ત

copy image

અહો આશ્ચર્યમ…હરિયાણાથી કુરિયર સર્વિસ વડે દારૂની બોટલો પહોચી ભુજ.

ભુજ એલસીબીને બાતમી મળતા ભુજના યુવાનને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, TCI FREIGHT કુરિયર સર્વિસ ઓફિસમાં પ્રિન્સરાજસિંહ ઉર્ફે કાનો વિજયસિંહ ઝાલા(ગ્રીન એકર્સ સોસાયટી, સેવન સ્કાય હોટેલ પાસે ભુજ)નો પાર્સલ આવવાનો છે, જે પાર્સલમાં દારૂનો જથ્થો છે. આ બાતમીના આધારે કાર્યવાહી કરવા પોલીસ બાતમીવાળી જગ્યાએ દરોડો પાડી આરોપીને સફેદ કલરના કોથળામાં રહેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની 336 બોટલો, એક મોબાઈલ ફોન ,એક સફેદ કલરની GJ-12-સીસી-2414 એક્ટિવા એમ કુલ કિ.રૂ. 1,37,600ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.  આરોપીની પૂછપરછ કરવામાં આવતા તેણે આ માલ અનિલ બુધ્ધરાજ શર્મા (રહે, પાણીપત, હરિયાણા) પાસેથી મંગાવ્યું હોવાની કેફિયત આપી હતી. આ અંગે પોલીસે પ્રોહીબિશનની એક્ટ અનુસાર તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.