અંજારમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સોને પોલીસે ઝડપ્યા

અંજાર પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, કોલીવાસમાં ત્રણ રસ્તા પાસે થાંભલા નીચે અમુક ઇસમો જાહેરમાં ગંજીપત્તોનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે બાતમીવાળા સ્થળે રેડ પાડતા 3 શખ્સો કુંડાળું કરી રૂપિયાની હારજીતનો જુગાર રમતા નજરે પાડ્યા હતા. આ ત્રણેય શખ્સોને પકડી પાડી તેમની પાસેથી કિમત.રૂ.11,500નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પકડાયેલા આરોપીઓ:

  1. મેઘજી રામજી રાઠોડ ઉ.વ.52 રહે. નગરપાલિકા સામે અંજાર
  2. પ્રતાપ રસિકભાઈ પરમાર ઉ.વ.33 રહે. ભંગીવાસ ગંગાનાકા પાસે અંજાર
  3. પ્રકાશ જેરામ સોલંકી ઉ.વ.40 રહે. ભંગીવાસ ગંગાનાકા પાસે અંજાર