વંથલી ના કોયલી બાયપાસ નજીક ભયંકર અકસ્માત સર્જાયો

અકસ્માતમાં 2 વ્યક્તિના મોત નિપજ્યા 10 થી વધુ ઘાયલ

જૂનાગઢ વંથલી હાઇવે ને રાહદારીઓ દ્વારા અકસ્માત નો હબ માનવામાં આવે છે.આ હાઇવે પર અવાર નવાર અકસ્માતો સર્જાવવાના બનાવો છાશવારે સામે આવે છે ત્યારે આજરોજ પણ વંથલી નજીક કોયલી બાયપાસ પાસે ડમ્ફર અને બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ભયંકર હતો કે બે વ્યકિતના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને 10 થી વધુ લોકો ને ગંભીર ઇજા પહોંચી હતી.ધડાકા ભેર અકસ્માત નો અવાજ સાંભળતાં જ આજુ બાજુ વિસ્તારના લોકો ઉમટી પડયા હતા અને ઇજાગ્રસ્તોને બસ માંથી બહાર કાઢી 108 મારફતે તાત્કાલિક જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વંથલી પોલીસ ને જાણ કરવામાં આવતાં પી.એસ.આઇ એમ.કે મકવાણા સહિત પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘણા સ્થળે દોડી ગયો હતો.અને બસમાં સવાર મુશાફરોની નાની મોટી ચીજ વસ્તુઓ પોતાના કબજામાં કરી હતી.