ટ્રેલર ચાલકે બાઇકને આડફેટે લેતા અકસ્માત સર્જાયો

મળતી માહિતી અનુસાર સાંજના છ વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો હતો. જાડમાર્કેટ પાસે GJ-12-AK-8237ના મોટર ચાલાક હકીમને નળ સર્કલ તરફથી ફુલ સ્પીડમાં આવી રહેલા GJ-12-BT-8632ના ટ્રેલર ચાલકે પાછળથી અડફેટે લેતા હકીમ નીચે પડી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને માથામાં અને પગમાં ઇજાઓ પહોચી હતી. જેને સારવાર અર્થે પહેલા જી.કે. જનરલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે કે.કે.પટેલ હોસ્પિટલ મધ્યે લઈ જવાયો હતો. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક નાસી ગયો હતો. આ અંગે બી.ડિવિઝન પોલીસ મથકે ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાઈ છે. પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.