ભુજમાં 2 ભાઈઓ વચ્ચે જમીનના રૂપિયા મુદ્દે બબાલ

જમીનના રૂપિયાના ભાગ બાબતનું મનદુખ રાખી મારમારી કરી હોવાની ફરિયાદ ભુજ બી.ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. લિયાકત રમજાન મલેક દાખલ કરાવેલ ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ બપોરે બે વાગ્યાના અરસામાં બેકારીથી ઘરે જવા નિકળ્યા હતા. તે દરમિયાન રાજા રામ ગ્રાઉંડ પાસે આવેલા ત્રણ રસ્તા પાસે પહોચ્યા ત્યારે તેમનો નાનો ભાઈ અફસર પોતાની રિક્ષા લઈને આવે છે, અને કહેવા લાગે છે તું જમીનના મારા ભાગના રૂપિયા ખાઈ ગયો છે, મારા ભાગના રૂપિયા કેમ આપતો નથી. તેથી મે ભાઈને કહેલ કે મે તારા ભાગના રૂપિયા લીધેલ નથી. તેમ કહેતા અફસર ગાળો બોલવા લાગ્યો અને ઉશ્કેરાઈ જઈ પોતાની રિક્ષામાં રહેલ લોખંડનો હૂક કપાળ અને મોઢાના ભાગે મારવા લાગ્યો આસપાસના લોકો ભેગા થઈ જતાં તે ત્યાંથી ચાલ્યો ગયો અને જતાં જતાં મારા ભાગના રૂપિયા નહિ આપે તો જીવતો નહિ મૂકી તેવી ધામી આપેલ. ત્યાર બાદ લોહી નીકળતા તેઓ સારવાર માટે જી.કે જનરલ હોસ્પિટલ સારવાર અર્થે ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે ડાબી બાજુના આંખના ઉપરના ભાગે 4 ટાંકા આવેલ હોવાનું જણાવ્યુ હતું. આ અંગે તેમણે પોતાના ભાઈ અસરફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.