આદિપુરમાં બાઇક પર આવેલા 3 શખ્સો મોબાઈલ ઝૂંટવી પલાયન
copy image
આદિપુર પોલીસ મથકે ત્રણ અજાણ્યા 3 શખ્સો વિરુદ્ધ મોબાઈલ ચોરી જવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી બિકાસકુમાર બિગનભાઈ યાદવે ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેઓ રાત્રિના 11 વાગ્યના અરસામાં પોતાની મેગીની દુકાન બંધ કરી ચાલીને પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન મૈત્રી સ્કૂલવાળા રોડ પર આવેલ કવીતા સ્ટોર પાસે પહોચ્યા ત્યારે પાછળથી 3 બાઇક સવાર આવ્યા હતા. 2 શખ્સો બાઇક પરથી ઉતરી મારી પાસે આવી મને ધક્કો મારી મારા હાથમાં રહેલ મોબાઈલ ઝૂટવી બાઇક પર ભાગી ગયા હતા.પોલીસે અજાણ્યા 3 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.