અગાઉ થયેલ બોલાચાલીનું મનદુખ રાખી ધારિયા વડે હુમલો કરાતા યુવક ઇજાગ્રસ્ત

આજથી 6 મહિના પહેલા થયેલા ઝગડાનું મનદુખ રાખી યુવક પર ધારિયા વડે હુમલો કરવામાં આવતા 2 શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

જુસબ ભચલ નોતીયારે માનકુવા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા જણાવ્યુ હતું કે, છ મહિના પહેલા મારે મામદ ઇભલા જત સામે ગાડીના વાળા બાબતે બોલચાલ થઈ હતી તે વાતનું મનદુખ રાખી આ હુમલો કર્યો હતો. તેઓએ જણાવ્યુ હતું કે તે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં બાઇક વડે માનકૂવાથી ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન અટાછડ તરફ પહોચતા મામદ ઇભલા જત અને અન્ય શખ્સ બાઇક પર આવ્યા હતા અને મને બાઇક રોકવાનું કહી મારી પાસે આવીને કહેવા લાગ્યા કે તારી ચરબી ઘણી છે, હાથમાં રહેલું ધારિયું માથામાં માર્યું હતું ઉપરાંત જતાં જતાં ધમકી આપી હતી કે અમારી સામે દાદાગીરી કરી છે તો જાનથી મારી નાખીશું. ત્યારબાદ મને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પ્રાઈવેટ હોસ્પીટલમાં અને વધુ સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલ રિફર કરવામાં આવતા તબીબે માથામાં 5 ટાકા આવ્યા હોવાનું જણાવ્યુ હતું. માનકુવા પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.