ગાંધીધામ રાજવી ફાટક પર ટ્રેનમાં ખામી સર્જાતા વાહન ચાલકો અટવાયા

ગાંધીધામ રાજવી ફાટક તેમજ જુમાપીર ફાટક પર આજે વહેલી સવારે કોઈ ટેક્નિકલ કારણોસર ટ્રેનના એન્જીનમા ખામી સર્જાતા ટ્રેન ફાટક પર જ ઉભી રહી ગઈ હતી હતી અને વાહન ચાલકો અટવાઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે 5 વાગ્યાથી રાજવી ફાટક, જુમાપીર ફાટક અને ભવાની નગર ફાટક ત્રણે થોડા થોડા અંતરે આવેલ હોવાથી ત્રણે ફાટક બંધ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેનના એન્જીનમાં ખામી સર્જાઈ હતી જેથી ટ્રેન આ ત્રણે ફાટક પાસે ઉભી રહી જતા સ્કૂલ વાહનો, શાકભાજી વાહનો અને દૂધના વાહનો તેમજ કમ્પનીમાં જતા લેબરો અને અનેક વાહન ચાલકો આ ત્રણ ફાટકમાં અટવાઈ ગયા હતા. અને એક કલાક સુધી ટ્રાફિકજામ રહ્યો હતો જેથી કોઈ પોતાના કામ ધંધા પર સમયસર પહોંચ્યા નહોતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અત્રે ઉલ્લેખની છે કે અહીંયા અવાર – નવાર  ટ્રેનોમાં ખામી સર્જાય છે અને વાહન ચાલકો હાલાકીનો સામનો કરતા હોય છે..

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ