ભચાઉના લલીયાણા ગામે ખેતરમાં ભેસોં ચરાવવાની ના પાડતા હુમલો

ભચાઉના લલીયાણા ગામે ખેતરમાં ભેસોં ચરાવવાની ના પાડતા એ વાતનું મનદુખ રાખી યુવક પર લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોચાડતા સામખીયારી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવતા લખુભાઈ બીજલભાઈ આહિરે જણાવ્યુ હતું કે, સવારના આઠેક વાગ્યાના અરસામાં ગામના સ્ટેશન પર ઊભો હતો તે દરમિયાન પબા વશરામ રબારી ત્યાં આવેલ અને ગાળો બોલવા લાગ્યો હતો ગાળો બોલવાની ના પાડતા તેને પોતાના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે હુમલો કરી માથામાં ઇજાઓ પહોચાડી હતી. આ દરમિયાન ત્યાં હાજર રહેલા ભીમા માતા અને વાલજી રામજી માતાએ વધુ મારામારીમાથી છોડાવ્યો હતો. ત્યારબાદ મને સારવાર અર્થે માતૃ-સ્પર્સ હોસ્પિટલ લઈ જવાયો હતો. ખેતરમાં ભેસોં ચારવવાની ના પાડતા આ વાતનું મનદુખ રાખી હુમલો કરાવામાં આવ્યો હતો. પોલીસે શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.