મેફેડ્રોન ડ્રગ્સ ના વાણીજિયક જથ્થા સાથે બે ઈસમો સહિત એક મહિલાને માંડવી-ભુજ રોડ, ખત્રી તળાવ નજીક, નીલકંઠ મહાદેવ મંદિરના ગેટ પાસેથી ઝડપી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજ
હાલમાં ગુજરાત રાજ્યમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન હેરફેર વેપારની પ્રવૃત્તિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ હોઈ તથા હાલમાં એન.ડી.પી.એસ.ના નાસતા ફરતા આરોપીઓને શોધી પકડી પાડવાની ડ્રાઈલ ચાલુમાં હોઈ જે અનન્વયે શ્રી જે.આર મોથલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ, ભુજ તથા શ્રી સૌરભસિંહ સાહેબ, પોલીસ અધિકશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓને એન.ડી.પી.એસની પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોઈ જેથી એન.ડી.પી.એસની બદી નાબૂદ કરવા માટે એસ.ઓ.જીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.વી ભોલાનાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોઈ જે અન્વયે એસ.ઓ.જી સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.
દરમિયાન તારીખ 16-12-2022 ના રોજ એસોજીના પો…હેંકો મદનસિંહ લાલુભા જાડેજાઓને મળેલ ખાનગી રહે સચોટ બાતમી અનન્વે જરૂરી વર્કઆઉટ ભુજ-માંડવી હાઇવે રોડ ખત્રી તળાવ ની બાજુમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરના ગેટ પાસેથી 1. ભૂરૂભા ખેતુભા સોઢા, ઉંમર વર્ષ 38 રહે મૂળ ગામ ભોજાય તાલુકો માંડવી હાલ રહે શિવનગર ખાવડા રોડ કચ્છ તથા 2. લીલાવતીબેન લીલાબા વાળાઓ વિજય પ્રાગજી ચૌહાણ ઉંમર વર્ષ 39 રહે મૂળ ગામ ધુણઈ તાલુકો માંડવી તથા ગામ ચિયાસર તાલુકો અબડાસા હાલ રહે શિવનગર ખાવડા રોડ ભુજ કચ્છ તથા 3. શેરૂભા ઉર્ફે વિપુલસિંહ વિજયસિંહ ચૌહાણ ઉંમર વર્ષ 24 રહે મૂળ ગામ ધુણઈ તાલુકો માંડવી તથા ગામ ચિયાસર તાલુકો અબડાસા હાલ રહે શિવનગર ખાવડા રોડ ભુજ કચ્છ વાળાઓને હસ્તગત કરી તેઓના કબજામાંથી માદક પદાર્થ જેનું વજન 77.9 ગ્રામ કિંમત રૂપિયા 7,79,000 નો મુદ્દામાલ ઝડપી પાડી ઉપરોક્ત ઇસમો વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનારા અધિકારીશ્રી તથા કર્મચારીઓ: એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી ભોલા સાહેબ તથા એ.એસ.આઇ ઘનશ્યામસિંહ જાડેજા, વિજયસિંહ યાદવ, દિનેશભાઈ ગઢવી તથા પો.હે.કો. મદનસિંહ જાડેજા, રઘુવીરસિંહ જાડેજા, ચેતનસિંહ જાડેજા, રજાકભાઈ સોતા, નરેન્દ્રસિંહ ઝાલા તથા ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કોન્સ મહિપતસિંહ સોલંકી તથા મ.પો.કો. ચંદ્રિકાબેન મકવાણા તથા શોભનાબેન ચૌહાણનાઓએ કરેલ છે