આદિપુરમાં તોલાણી કોલેજ પાસે મહિલા સામે અશ્લીલ હરકત કરનાર ઝડપાયો

 આદિપુર તોલાણી લો કોલેજ સામે જઇ રહેલી મહિલા સામે એક શખ્સ કપડા ઉતારી અશ્લીલ હરકત કરનાર શખ્સને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ ભોગ બનનાર મહિલા તા.૯૧૨ ના રોજ તોલાણી લો કોલેજ સામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇક પર ઉભેલા ઇસમે  અશ્લીલ ઇશારા કરી છેડતી કરી હતી. મહિલા તેની નજીક જઇ પાઠ ભણાવે તે દરમિયાન છેડતી કરનાર શખ્સ ભાગી ગયો હોવાની ફરીયાદ નોંધાવી હતી. આદિપુર પોલીસે ચોક્કસ બાતમી તથા હ્યુમનસોર્સનાં આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપી મનોજ રમેશભાઈ પુરબીયા, રહે. વાસ્તુપુજ્ય સોસાયટી, મેઘપર બોરીચીવાળાને ગુના કામે લીધે ડીસ્કવર મોટર સાયકલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. આ કામગીરીમાં આદિપુર પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ બી.વી.ચુડાસમા, એ.એસ.આઈ ભુપેન્દ્રસિંહ જાડેજા, સંગીતાબેન સાલીયા, પો.હેડ. કોન્સ વનરાજસિંહ દેવલ, ધર્મેન્દ્રસિંહ સોઢા, દિનેશભાઈ પરમાર, રઘુરામભાઈ પરમાર, પો.કો.હરદેવસિંહ ચુડાસમા, મહેશભાઈ ઘોઘોળ, અમરતભાઈ જખેસરા, ક્રિષ્નાબેન રબારી સહિત પોલીસ સ્ટાફનાં માણસો જોડાયા હતા.

રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ