“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોઘલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંધ સાહેબ નાઓએ જીલ્લામાં હાલમાં વિદેશી દારૂની ચાલતી પ્રવૃત્તિ અટકાવવા માટે અને આવી પ્રવૃત્તિ આચનાર ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને

આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.સબ ઇન્સ.શ્રી ટી.બી.રબારીસાહેબનાઓના એલ.સી.બી. સ્ટાફના માણસોને આવી વિદેશી દારૂની ચાલતી પ્રવૃત્તિ કરનાર ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા માટે સુચના આપેલ જે સુચના અનુસંધાને પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિહ રાણા, મયુરધ્વજસિંહ જાડેજા, નવીનકુમાર જોષી વિગેરે ભુજ તાલુકા વિસ્તાર પેટ્રોલીંગ હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા તથા નવીનકુમાર જોષીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની મારૂતી કીનીની ઇકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી મુંદરા થી ભુજ તરફ આવી રહેલ છે. તેવી બાતમી હકીકત આધારે ચગ્લેશ્વર મંદીર પાસે વોચ રાખતા હકીકત મુજબની ગાડી આવતા ઇશારાથી ગાડી ઊભી રખાવવાની કોશીશ કરતાં કાર નાશી ગયેલ જેથી તેનો પીછો કરતાં મજકુર ઇસમો ગાડી રોડની સાઈડમા ઊભી રાખી એક ઇસમ નાશી ગયેલ તેમજ પકડાઈ ગયેલ ઇસમને સાથે રાખી ગાડીમાં તપાસ કરતાં નીચેની વિગતે વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ. જે પકડાયેલ વિદેશી દારૂના જથ્થા બાબતે પકડાઈ ગયેલ ઈસમ તેમજ નાશી ગયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
• કબ્જે કરેલ મુદામાલ(કુલ કી,૩૧,૧૧,૦૦૦/-)
ROYAL STAG SUPERIOR WHISKY ૭૫૦ એમ.એલ.ની કાચની સીલબંધ બોટલ નંગ – ૪૮, કી. ૧૯,૨૦૦/- – BULLS EYE CLASSIC BLENDED WHISKY ૭૫૦ એમ.એલ.ની કાયની સીલબંધ બોટલ નગ ૪૮.
કી. ૧. ૧૬,૪૦૦/- – મારૂતી કંપનીની ઇકો રજીસ્ટર નંબર – જીજેર૭.સી.૦૯૪ર કી.રૂ. ૭૦,૦૦૦/-
મોબાઇલ ફોન નંગ – ૧ કી.રૂ.૫,૦૦૦/-
પકડાઈ ગયેલ ઈસમ
- જુનેદ ઉર્ફે જુણીયો ઇકબાલ થેબા ઉ.વ. ૨૬ રહે. પવનચક્કી પાસે, કેમ્પ એરીયા ભુજ
- નાશી ગયેલ ઈસમ
શક્તિસિંહ સોઢા રહે, સુખપર તા.ભુજ