ભુજ પોલીસે ચંગ્લેશ્વર મંદિર પાસેથી કારમાં લઈ જવાતો દારૂનો જથ્થો ઝડપ્યો: 1,11,000નો મુદ્દામાલ જપ્ત
ભુજ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન 36,000નો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભુજ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એરોપ્લેન સર્કલ પાસે પહોચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે એક સફેદ કલરની મારતી કંપનીની ઇકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી મુંદ્રાથી ભુજ તરફ આવે છે. આ બાતમીના આધારે કાર્યવાહી કરતાં સમયે ચંગ્લેશ્વર મંદિર પાસે પહોચતા એક સફેદ કલરની ઇકો ગાડી શંકાસ્પદ લાગતાં ઇકો ગાડીનો પીછો કરવામાં આવતા ઇકો ચાલકે પોતાના કબજાની ઇકો ગાડી રોડની સાઇડમાં ડિવાઇડર સાથે અથડાવી દીધી હતી. ગાડી ચાલક બાજુમાં આવેલ બાવાળોની ઝાડીઓનો લાભ લઈ નાશી ગયો હતો. જ્યારે અન્ય શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. ઇકો ગાડીની તલાસી લેવામાં આવતા ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની દારૂની 96 બોટલો 36,000નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતાં પોતાનું નામ જુનેદ ઉર્ફે જુણિયો ઇકબાલ થેબા હોવાનું જણાવ્યુ હતું. ઉપરાંત નાશી જનાર ચાલક અંગે પુછવામાં આવતા ઇકો ગાડીનો ચાલક આરોપી શક્તિસિંહ સોઢા (રાહ. સુખપર,ભુજ) હોવાનું જણાવ્યુ હતું.
પોલીસે જુનેદ ઉર્ફે જુણિયો ઇકબાલ થેબાની અટકાયત કરી હતી. તેમજ સફેદ કલરની GJ-27-C-0942 70,000ની ઇકો અને ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની 96 બોટલો 36,00નો દારૂનો જથ્થો ,એક મોબાઈલ ફોન એમ મળી કુલ કી.રૂ 1,11,000નો મુદ્દામાલ કબ્જે કરો હતો. પોલીસે અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.