ગાંધીધામ રેલ્વે સ્ટેશનના પાર્કિંગ એરિયામાથી એક્ટિવાની ઉઠાંતરી
ગાંધીધામના રેલ્વે સ્ટેશનના પાર્કિંગ એરિયામાથી એક્ટિવા ચોરી થઈ હોવાની ઘટના ગાંધીધામ રેલ્વે સ્ટેશન પોલીસ મથકે નોંધાઈ છે. સુરેશભાઇ ભાવેશભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, 23-12ના રાધનપુર જવાનું હોઈ તેઓ પોતાના સાહેબના ભાઈના પત્નીની માલિકીની GJ-12-BP-1747 એક્ટિવા સવારના પાર્કિંગ એરિયામાં પાર્ક કરી ટ્રેન મારફતે રાધનપુર જવા નીકળ્યા હતા. રાધનપુર મધ્યે કામ કરી તેજ દિવસે બસ મારફતે રેલ્વે સ્ટેશન આવી એક્ટિવા લેવા જતાં એક્ટિવા પાર્ક કરેલ સ્થળ પર જોવા મળ્યું ન હતું. આસપાસ તપાસ કરતાં કોઈ જાણકારી મળી ન હતી. એક્ટિવાની ડીકીમાં એક હેલમેટ, એક મોબાઈલ ચાર્જર તથા પરચુરણ કાગળો અને ચાવીઓ હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.