જામનગર જીલ્લામાં નકલી પોલીસે વેપારીને ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધાક ધમકી કરી
જાણવા મળતી વિગત અનુસાર જામનગર જીલ્લામાં બે દિવસ અગાઉ હરિયા કોલેજ સામે એક સ્વરૂપવાન યુવતીએ વેપારીની કારને રોકી અને ત્યાર બાદ નકલી પોલીસે વેપારીને ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધાક ધમકી કરેલ અને રૂપિયા ત્રીસ હજાર જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી વેપારીના જાળ માં ફસાયા બાદ તેને ખ્યાલ આવ્યો કે ત્યારે સાથે રહેલ યુવતી નકલી પોલીસના બાઈક પાછળ બેસી ચાલતી પકડી હતી અને પોલીસે પેરા-મિલેટ્રી ફોર્સમાંથી નિવૃત્ત થઇ અવળા માર્ગે ચડી ગયેલા નકલી પોલીસને ગન સાથે પકડી પાડ્યો છે. જો કે યુવતી હજુ હાથ લાગી નથી.