ગાંધીધામમાં પૈસાની ઉધરાણી મામલે યુવાન પર હુમલો
ગાંધીધામ શહેરની ભાગોળે ચાર આરોપીઓએ પૈસાની લેતીદેતી મામલે યુવાન ઉપર હુમલો કર્યો હતો. પોલીસના સતાવાર સાધનોના જણાવ્યા મુજબ મારામારીની આ ઘટના ગત બપોરના અરસામાં બની હતી. શખ્સ સરફરાજ અને તેના ત્રણ ભાઈઓએ લોખંડની ટામી વડે હુમલો કર્યો હતો. યુવાનને જમણા પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ કરી હતી. ગાડીના પૈસા મામલે બોલાચાલી કરી હુમલો કરાયો હતો. પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે.