ભુજમાં ડોમીનોઝ પિઝાના પાર્કિંગમાં પાર્ક કરેલ બાઈકની ઉઠાંતરી થતાં ફરિયાદ નોંધાઈ

ભુજમાં ડોમીનોઝ પીઝા પાસે પાર્કિંગમાં પાર્ક કરેલ બાઈકની ચોરી થઈ જવાની ઘટના સામે આવી છે. ફરિયાદી મોહમ્મદ જુણેજ આદમ સમાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ ડોમીનોઝ પિઝામાં એમ્પ્લોઇલ તરીકે ફરજ બજાવે છે. તા. 8-1ના તેઓ પોતાની માલીકીની GJ-12-DB-7352 બાઈક ડોમીનોઝ પીઝા બહાર પાર્ક કરી પિઝાનું શટર બંધ કરી સ્ટાફ સાથે સૂઈ ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે બપોરના 12 વાગ્યે ઊઠીને ઘરે જવા માટે નીકળ્યા ત્યારે પાર્ક કરેલ તેમનું બાઈક જોવા મળ્યું ન હતું. બાદમાં આસપાસ તપાસ કરતાં બાઈક અંગે કોઈ જાણકારી મળી ન હતી. ભુજ-એ ડિવિઝન પોલીસે અજાણ્યા ચોર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.