ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ સાથે 3 આરોપીને ઝડપ્યા, 2 ફરાર: 19,90,000નો મુદ્દામાલ જપ્ત

ગાંધીધામ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વર્ષામેડી વેલ્સ્પન કંપની ગેટ પાસે પહોચતા તેમને ખાનગી રાહે ચોક્સ બાતમી મળી હતી કે, બાબુ વિશા રબારી (રહે, વર્ષામેડી) તેના માણસો સાથે મળી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મંગાવી વેલ્સ્પન કંપનીથી ખારા પાસવારીયા તથા જી.આઈ.ડી.સી. અંજાર તરફ જતાં કાચા રસ્તા પાસે પળતર જમીનમાં બાવળોની ઝાડીમાં ઉતારેલ છે.  બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા બલેનો કાર શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. પોલીસે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે GJ-12-FC-1488 કારમાં તપાસ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 13 પેટીઓ મળી આવી હતી. પોલીસે અલગ અલગ બ્રાન્ડની 3500 બોટલ કિ.રૂ. 12,60,000 તેમજ GJ-12-FC-1488 કાર કિ.રૂ.7,00,000 તથા 3 મોબાઈલ ફોન કિ.રૂ.30,000 મળી કુલ કિ.રૂ.19,90,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ દારૂના જથ્થા અંગે પકડાયેલ આરોપીને પૂછવામાં આવતા તેમણે આ વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના બાડમેરમાં રહેતા લક્ષ્મણસિંહ પાસેથી મંગાવેલ હોવાનું અને તેણે કન્ટેનરમાં માલ ભરી મોકલાવ્યું હોવાની કબૂલાત આપી હતી.

આરોપીઓ:

  1. બાબુભાઈ વીશાભાઈ રબારી
  2. દેવજીભાઈ રવજીભાઈ રબારી
  3. હરેશભાઈ રૂપાભાઈ રબારી
  4. લક્ષ્મણસિં
  5. કન્ટેનર ચાલક

પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.