ભુજ મીરઝાપર પાસે જમીનના ઝગડા બાબતે યુવાનને શખ્સે માર માર્યો

ભુજ પાસે મીરઝાપર ગુરૂકૃપા પેટ્રોલ પંપ નજીક રહેતા યુવાનને જમીનના ઝગડા મામલે આરોપીએ માર મારતા ઇજાઓ થતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે તેમજ મીરઝાપર ગુરૂકૃપા પેટ્રોલ પંપ પાછળ રહેતા પ્રેમજીભાઈ ડાયાભાઈ ચાવડાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યુ હતું કે માર મારવાની ઘટના સાંજના અરસામાં બની હતી. શખ્સ વીરભદ્રસિંહ સાવજસિંહ જાડેજાએ જમીન મામલે બોલાચાલી કરીને ધકબુસટનો માર મારી ડાબા હાથમાં ઇજાઓ કરી હતી. એ ડિવિઝન પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તજવીજ હાથ ધરી છે.