રવાપર નજીક બાઇક અકસ્માતમાં ઇજાગ્રસ્ત એક વ્યક્તિનું મૃત્યુ
માતાનામઢથી રવાપર તરફ જતાં હાઇવે રસ્તા પર આશાપુરા હોટલ પાસે બાઇક અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ભુજ ખસેડતા જ્યાં સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. કોટડા જડોદર ગામનો રહેણાક સુનિલ પરસોતમભાઈ પિત્રોડા નામનો યુવાન પોતાની બાઇક જી.જે.12.બીબી.8051 દ્રારા જઈ રહ્યો હતો ત્યારે એક ટ્રકે પાછળથી બાઇકને હડફેટે લેતા સુનિલના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. પ્રથમ સારવાર માટે દયાપર લઈ જવાયા બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડતા હજાર રહેલા તબીબે યુવકને મોત જાહેર કર્યો હતો. યુવકના મૃત્યુથી તેના પરિવારજનોમાં દુ:ખનો મહોલ છવાઈ ગયું પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.