મોટા ગામ પાસે ટેમ્પો હડફેટે યુવાનનું મૃત્યુ થતાં અરેરાટી

ભુજ તાલુકાનાં મોટા ગામ નજીક સર્જાયેલા રસ્તા અકસ્માતમાં એક યુવાનનું મૃત્યુ થયું હતું. જે બાબતે ખાવડા પોલીસ મથકમાં ટેમ્પોના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. અબ્દ્રેમાન હાજીકાસમ સમાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર સાંજના અરસામાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેમ્પો નંબર જી.જે.12-એટી-9102 નો ચાલક પુરપાટ વેગે પોતાનું વાહન ચલાવીને પગે જઈ રહેલા મુસ્તાક અબ્દ્રેમાન સમાને અળફેટે લેતા શરીરે ફેક્ચર તેમજ માથામાં ગંભીર પ્રકારની ઇજા થઇ હતી. તેથી તેમણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *