ધમડકા સીમમાં જુગારનો ખેલ ખેલતા છ આરોપીની અટક

અંજાર તાલુકાનાં ધમકડા સીમમાં બાવાળોની ઝાડીમાં જામેલો જુગાર રમી રહેલા પર પોલીસે દરોડો પાડીને 6 આરોપીને ઝડપી લીધા હતા. દુધઈ પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગત સાંજના અરસામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી, તેવામાં બાતમીના આધારે ધમડકા સીમમાં આવેલી પડતર જમીનમાં બાવળની ઝાડીમાં અમુક આરોપીઓ જાહેરમાં ગંજીપાનાં વડે જુગારનો ખેલ ખેલતા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે દરોડો પાડીને જુગાર રમતા વસરામ ખાના ગરવા, ભુરા કરશન દલિત, રમેશ વેલજી લોંચા, નરેન્દ્રસિંહ સબુભા જાડેજા, મુળજી કાનજી પ્રજાપતિ અને જીલુભા નાગુભા જાડેજાની અટક કરી લીધી હતી. ત્યારબાદ શખ્સ પાસેથી રોકડ મળી રૂ. 5,070 નો મુદામાલ જપ્ત કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *