અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં તળાવ પાછળ આવેલ બાવાદની ઝાડીમાંથી રૂ. 84 હજારનો અંગ્રેજી દારૂ પોલીસ દ્રારા ઝડપી પડાયો

અંજાર તાલુકાનાં વરસામેડી ગામની સીમમાંથી રૂ 84 હજારનો દારૂ પોલીસ દ્રારા પકડી પાડવામાં આવ્યો છે. વરસામેડી ગામના તળાવ પાછળ બાવળની ઝાડીમાં અંગ્રેજી દારૂ સગેવેગે કરતો હોવાની બાતમીના આધારે અંજાર પોલીસ દ્રારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ વેળાએ એક આરોપી ત્યાથી નાસી છૂટયો હતો. આ જગ્યા ઉપરથી વીસકીની પેટી નંગ 20 બોટલ નંગ 240 આમ કુલ મળીને કિંમત રૂ. 84 હજારનો મુદામાલ પોલીસ દ્રારા કબજે કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો સહિત શક્તિસિંહ સુખદેવસિંહ જાડેજાનો હોવાનું પોલીસે જણાવ્યુ હતું. આ બાબતે પોલીસે વીધીવત ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *