વડોદરા કેલનપુર પાસેથી વિદેશી શરાબના જથ્થા સાથે બે આરોપી ઝડપાયા

વડોદરા તાલુકાનાં વરણામાં પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કેલનપુર આઉટ પોસ્ટ આગળથી રૂ. 29,520ના વિદેશી શરાબ જથ્થા સ્સથે વરણામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરતાં શરાબનો વેપલો કરતાં બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોથી વિગતો અનુસાર વરણામાં પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે કેલનપુર આઉટ પોસ્ટ આગળ ડભોઈ વડોદરા રસ્તા ઉપર પોલીસ વાહન ચેકિંગમાં હતી. દરમ્યાન એક શંકાસ્પદ મારૂતી સ્વીફટ કાર નંબર જી.જે-6-એલ.કે-0620 ને પોલીસે રોકીને કારની સાધન તલાશી લેતા કારમાંથી વિદેશી શરાબની બોટલ નંગ 132 કિંમત રૂ. 29,520 કારની કિંમત રૂ. 7 લાખ તેમજ મોબાઈલ નંગ 2 કિંમત રૂ. 2,500 મળી કુલ રૂ. 7,32,020ના મુદામાલ સાથે કિરણ રણજીતરાવ કદમ રહે. કાલુપુરા નવાબજાર લિંબાયતનો ખાંચો, વડોદરા તેમજ સમીર આશિક સોની રહે. પણવડ, બારીયા ફળિયું તા.કવાંટ જિ. છોટાઉદેપુરનાઓને પકડી પાડી તેઓ વિરૂધ્ધ વરણામાં પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.