કલ્યાણપર ગામની સગીર કન્યાનું અપહરણની ફરિયાદ
ભુજ તાલુકામાં સુખપર ગામની સગીર વયની કન્યાનું અપહરણ કરી જવાના બાબતે ગામના ઉરસ ઇલિયાસ ફકીર સામે પોકસો સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. પોલીસ સાધનોએ આપેલી વિગતો અનુસાર ગત મધ્યાહને અપહરણનો આ બનાવ બન્યો હતો. શખ્સ ઉરસ સામે કન્યાની માતાએ ફરિયાદ દાખલ કરી હતી. શખ્સ કન્યાને મોટર સાઇકલ પર બેસાડીને લઈ ગયો હોવાનું ફરિયાદમાં નોંધાવાયું છે. માનકુવા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર વી.એસ..ચંપાવતે કેસની કાર્યવાહી હાથ ધરી છે.