કંડલા એરીયા બંદર ગેટ પાસે ટેન્કર અને બાઈક નો અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત નીપજ્યું

કંડલા પોર્ટમાં નોકરી કરવા જઈ રહેલા બાઈક ચાલકને ટેન્કરે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર તારીખ 14 /1 ના બપોરના રવીન્દ્રકુમાર ગોરખનાથ સિંહ પોતાની માલિકીની જીજે 12 ઈ એચ 3023 બાઇક દ્વારા કંડલા પોર્ટમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન કંડલા એરીયા બંદર પાસે પહોંચતા જીજે 12 એ ઝેડ 9683 ના ટેન્કર ચાલકે પોતાના કબજાનું વાહન પુર ઝડપે બેદરકારી થી ચલાવી બાઈક ચાલક રવિન્દ્ર કુમારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલક રવિન્દ્ર કુમારને માથાના ભાગે તથા છાતીના ભાગે તેમજ હાથ પગમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ટેન્કર ચાલક અકસ્માત સર્જી ટેન્કર મૂકી નાસી ગયો હતો. કંડલા મરીન પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.