કંડલા મરીન પોલીસ સ્ટેશન પાસે બાઈક સ્લીપ થતા બાઈક સવાર ઇજાગ્રસ્ત

 જાણવા માટે માહિતી અનુસાર જી જે 12 ઇ ક્યુ 4261 બાઈક દ્વારા વંડીથી કંડલા આવી રહેલા રમઝાન ઈબ્રાહીમ પઢીયારે બાઈક પુર ઝડપે ચલાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાલકના માતા હમીલાબેન ઇબ્રાહીમ પઢીયાર નીચે પટકાતા માથાના ભાગે તેમજ નાકમાં ઇજાઓ પહોંચી હતી. બાઇક સવાર હમીલાબેન ને સારવાર અર્થે જૈન સેવા સમિતિ આદિપુર મધ્ય ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબી માથાના ભાગે હેમરાજ હોવાનું જણાવતા વધુ સારવાર અર્થે કચ્છ ડિવાઇન લાઇફ હોસ્પિટલ રીફર કરાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે જી.કે જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ અમદાવાદ રીફર કરાયા છે. આ અકસ્માત તારીખ 14 /1 ના સાડા પાંચ વાગ્યાના અરસામા કંડલા મરીન પોલીસ સ્ટેશન પાસે રોડ પર સર્જાયો હતો. કંડલા મરીન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.