મંગવાણામાંથી નશાકારક આયુર્વેદિક સિરપની 231 બોટલ સાથે એક શખ્સ જબ્બે

નખત્રાણા તાલુકાના મંગવાણા ગામે કોલ્ડાડ્રિંક્સની દુકાન ઉપર નખત્રાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર રીતે આધાર-પુરાવા વિનાના હર્બલ ટોનિક નશાકારક આયુર્વેદિક સિરપની 231 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. નખત્રાણા પોલીસ મથકના આર. જે. ઠુંમરનાં માર્ગદર્શન મુજબ ગઇકાલે નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોન્સ. લાખાભાઇ રબારીને બાતમી મળી હતી કે, મંગવાણાના એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં આવેલી આશાપુરા કોલ્ડાડ્રિંક્સનાં મકાનના માલિક હિંમતસિંહ જાડેજાએ ગેરકાયદેસર રીતે આધાર-પુરાવા વગર હર્બલ ટોનિક નશાકારક આયુર્વેદિક સિરપની બોટલ નંગ 231 કિં. રૂા. 34,383 સાથે ઝડપી 102 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.