પ્રોહીબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી મુન્દ્રા પોલીસ                                                

મુંદરામાં 215 બોટલ સાથે બે જબ્બે : મુંદરા પોલીસને શુક્રવારની મધ્યરાત્રિના પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે બારોઇ રોડ પરથી નીકળેલી સ્વિફ્ટ કાર નં. જી.જે. 12 ડી.એસ. 0185ને રોકાવી શરાબની વિવિધ બ્રાન્ડની બોટલ નંગ 215 સાથે આરોપી કુલદીપસિંહ હનુભા રાઠોડ (રહે. બારોઈ રોડ, મૂળ મેમણા’ તા. શંખેશ્વર, જિ. પાટણ) તથા વિશ્વરાજ ઉર્ફે વીસુ જશુભા જાડેજા (રહે. બારોઇ રોડ મૂળ સિધેસરા, તા. કલ્યાણપુર, જિ. દેવભૂમિ દ્વારકા)ને શરાબની 215 બોટલ કિં. રૂા. 80,625 તથા બે મોબાઇલ કિં. રૂા. 10,000 અને કાર કિં. રૂા. ત્રણ લાખ એમ કુલે રૂા. 3,90,625ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે આ ગુનામાં અન્ય આરોપી યુવરાજસિંહ જાડેજા (ત્રગડી, તા. માંડવી) અને જીતુભા સોઢા (રહે. ખાનાય, તા. અબડાસા)ને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.