કનૈયાબેની વાડીમાંથી 48 લાખનો શરાબ પકડાયો

મકરસંક્રાંતિના પર્વે કનૈયાબેની વાડીમાં શરાબનો મોટો જથ્થો સગેવગે થાય તે પૂર્વે જ પશ્ચિમ કચ્છની ગુનાશોધક શાખા ત્રાટકીને રૂા. 47.97 લાખની શરાબની 12408 બોટલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો. આ ઉપરાંત પણ કચ્છમાં દારૂની બદી પર પોલીસ ત્રાટકી હતી અને મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધા હતા. ગાંધીધામ કિડાણાના બુટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા મીઠુભા વાઘેલા તથા વરસામેડી (તા. અંજાર)ના શામભા પપુભા જાડેજા અને સુરજીત શંકર તિવારી (ગાંધીધામ) વાળાએ મોટાપાયે શરાબનો જથ્થો મંગાવીને મોડસર (તા. અંજાર)ના શામજી જેસંગ ચાવડા (આહીર)ની વાડીમાં સંગ્રહ કરાયેલો છે. ભુજ તાલુકાના ઉખડમોરા પાટિયાથી કનૈયાબે તરફ જતા માર્ગે આવેલી વાડીના ઓરડીમાંનો જથ્થો બુટલેગરો સગેવગે કરવાની પેરવીમાં હોવાની એલસીબીને બાતમી મળતાં ટીમે ગઇકાલે દરોડો પાડી શરાબની અલગ-અલગ બ્રાન્ડની 12408 બોટલ કિં. રૂા. 47,97,000ના જથ્થા સાથે શામભા જાડેજાને ઝડપી લીધો હતો. આ દરોડા દરમ્યાન 47.97 લાખના શરાબ ઉપરાંત સ્વિફ્ટ કાર કિં. રૂા. બે લાખ અને ત્રણ મોબાઇલ કિં. રૂા. 10,500 અને એક રાઉટર કિં. રૂા. 500 એમ કુલે રૂા. 50,08,000નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરવા પદ્ધર પોલીસને સોંપવામાં આવ્યો છે. આ દરોડામાં શરાબનો’ જથ્થો મોટો હોવાથી `માલ’ કઢાવી ટ્રકમાં ભરવા પોલીસને આઠથી દશ મજૂર બોલાવવા પડયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દારૂની બદી નાથવા અપાયેલી સૂચનાના પગલે એલસીબીના પી.આઇ. એસ. એન. ચુડાસમાના માર્ગદર્શન મુજબ ટીમ વોચમાં હતી ત્યારે ગઇકાલે પી.એસ.આઇ. ટી. બી. રબારી તથા એ.એસ.આઇ. જયદીપસિંહ ઝાલા, હે.કો. વીરેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, મયૂરધ્વજસિંહ જાડેજા, બલભદ્રસિંહ રાણા તથા કોન્સ. રાજેન્દ્રસિંહ રાઠોડ?તથા શક્તિસિંહ ગઢવી કચેરીએ હાજર’ હતા, ત્યારે હે.કો. મયૂરધ્વજસિંહ, સુરેન્દ્રસિંહ અને વીરેન્દ્રસિંહને મળેલી સંયુક્ત બાતમીના આધારે શરાબનો આ ગણનાપાત્ર દરોડો પાડવામાં આવ્યો હતો