પતંગની ધારદાર દોરીએ લીધો વધુ એક ભોગ, ગાંધીધામના 20 વર્ષીય યુવકનું ગળુ કપાતા મોત

        ગાંધીધામ ખાતે ઉતરાયણના દિવસે જ પતંગની દોરીથી ગળું કપાઈ જવાના કારણે 20 વર્ષિય યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.ગરીબ પરિવારના એકના એક કમાતા પુત્રના મોતને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે

આ ઘટના અંગે પોલીસે આપેલી વિગતો મુજબ ગાંધીધામના ભારત નગર પાસે આ બનાવ બન્યો હતો. બાઈક પર જઈ રહેલા નરેન્દ્ર ઉર્ફે નાનજી પમાભાઈ વાઘેલા ઉંમર વર્ષ 20ને પતંગની દોરીથી ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે તેની સાથેના યુવાનને કાનના ભાગે બીજા પહોંચી હતી પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે ગંભીર ઇજા હોવાથી તબીબોએ ઇજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યો હતો ગઈકાલે બપોરની આ ઘટના બાદ ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ લઈ જવા સમયે રસ્તામાં આઠ વાગ્યા આસપાસ તેનું મૃત્યુ નીપજ્યું હતું.