ભુજમાં જુગારધામ પર પોલીસના દરોડા: 4 મહિલા સહિત એકની ધરપકડ

ભુજ બી-ડિવિઝન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સકીનાબેન ફકીરમામદ પીંજારા (રહે. હંગામી આવાસ હુશેનીચોક ભુજ) પોતાના રહેણાંક મકાનના બહાર આંગણામાં પુરુષ તથા અમુક મહિલાઓ સાથે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી બાતમીવાળા સ્થળ પર દરોડા પાડી એક પુરુષ તથા ચાર મહિલાને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી 3,400 રૂપિયા રોકડા, 3 મોબાઈલ ફોન કિ.રૂ.1500 મળી કુલ કિ.રૂ.4900નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ:

  1. ધીરજ ચંદુભાઈ ઠાકોર ઉ.વ. 35 રહે. બસ સ્ટેશન સામે હંગામી આવાસ ભુજ
  2. સકીનાબેન ફકીરમામદ પીંજારા ઉ.વ.50 રહે. હંગામી આવાસ હુશેનીચોક ભુજ
  3. મરિયમ અલીમામદ સોઢા ઉ.વ.50 રહે. હંગામી આવાસ બાપુનગર ભુજ
  4. અમીનાબેન અલીમામદ પીંજારા ઉ.વ. 45 રહે. હંગામી આવાસ હુશેની ચોક ભુજ
  5. કોરસાબાઈ અભુભખર ભટ્ટી ઉ.વ.35 રહે. હંગામી આવાસ હુશેની ચોક ભુજ